ચાહું છું કે તેના વિશે લખું
પણ નહિ થઈ શકે આ સાચું
શું કરું હું?
તેના વિશે જેટલુંય લખીએ
હંમેશા લાગે છે ઓછું. Bindu🌺
મનથી તેના વિચારો કરું દૂર
પણ મન તેના વિશે વિચારવા માંડે પાછું
તેણે જોતાં જ મને પૂછ્યા વગર
મારા હોઠો સ્મિત આપે આછું-આછું.
તેણે સંપૂર્ણ રીતે જાણવા છતાંય
તેને હજુ વધુ જાણવા ચાહું
પણ આમાં મારી કોઈ ભૂલ નથી!
તે છે જ એક અદ્ભુત કિતાબ જેવા
તેને જેટલી પણ વખત વાચુ
મન પોતાની પ્રબળ ઈચ્છા પ્રગટ કરે પાછું
ચાલને તેને ફરી એક વખત વાચુ !