#આતુર
એક આતુરતા પ્રશ્ન હતી મારી માટે
એ પણ વિલંબમાં ઓગળતી જાય છે.
બની શકે કે તું આવી પહોંચે મારા સુધી
અને હું ઉમળકો પણ બતાવી ના શકું.
મારી આતુર નજરોનુ જોમ હવે ઊતરી રહ્યું છે
ત્યારે તું આવી ઊભો રહે તો પણ શું?
હ્રદયની લાગણીઓ બધી વહી ગઈ હશે
આંસુઓ સાથે, દેખાડવાને બચ્યું હશે બાકી શું?