*યાદની* ક્યાંય હાટડી હોય તો કહેજો મારે લેવી છે.
લાગણીઓ વેચાતી હોય તો કહેજો મારે લેવી છે.
જેને ખૂટી ગઈ છે યાદ અને લાગણી એને જઈને મારે હાથોહાથ એને દેવી છે.
જઈને એટલું જ કહેવું છે મારે," ખૂટી જાય ને જો લાગણી કે યાદ તો મને કહેજે ગમે તેટલા હશે દામ, હું લાવી દઈશ."
પણ આમ કોઈ પર તું લાગણી વરસાવીને ઓછી કરે તે નહીં ચાલે.યાદ કરે એ યાદ જ ન અપાવે નહિ ચાલે.
બસ,આ વાત મારે તને કહેવી છે.