કોરોનાના કહેરથી માનવી બન્યો છે મૃત.
ખોવાઈ ગયું છે હવે જીવનકેરું અમૃત.
ઓનલાઈન શિક્ષણનો ભાર બાળકોને
બાળમાનસ થઈ રહ્યું છે ક્યાંક તો વિકૃત!
માનવી ઘુસેલો જ પડ્યો છે મોબાઈલમાં
ક્યાંય જ થઈ નથી રહ્યો હવે એ પ્રવૃત!
જીવતો માનવી પણ બની રહ્યો છે મૃત.
ધીરેધીરે એ બની રહ્યો છે મનથી નિવૃત્ત!
#મૃત