હિંમત
પ્રેમની પેલે પાર જવાની હિંમત તો જો
હ્દયે થી કાઢ્યું તીર રમત તો જો
લાગણીએ કરેલી ઝીણી મરમ્મત તો જો
ફૂટેલા ટશિયા સંતાડવાની કરામત તો જો
ભૂલી શકું છું તને મારી હેસિયત તો જો
ગઝલોમાં ગૂંથુ છું રોજ મારી કેફિયત તો જો
તુ આવ કે ન આવ હવે ક્યાં પડી છે મને
અણસારોનાં મહેલ નીચે દાટી છે મમત તો જો
શું પ્રેમ શું મહોબ્બત ને વળી ઇશ્ક
ઝરમર વરસતી યાદોમાં ગુમ ચાહત તો જો
મનીષા