વ્યાખ્યા પણ મૃત શરીરની રસપ્રદ છે...
સાંભળો....
સવારમાં વહેલા ઉઠવાના વિચારોને,
ત્યજીને સુતેલો માનવી...
વિતેલી વાતોને વાગોળ્યા વિના,
તરત જ સુઈ ગયેલો માનવી...
પ્રિયજનો નાં રુદનને બહુ હિંમતથી
નકારીને સુતેલો માનવી...
આસપાસ થતાં વખાણો પર મંદ મંદ મુસ્કુરાયા વિના
શાંતિથી સુતેલો માનવી...
છેલ્લે...બહુ સરળ સમજણમાં...
ઘણાં વર્ષોથી ચાલી રહેલા નાટકમાં પાત્ર ભજવી
આખરે આરામથી નિવૃત્ત થયેલો માનવી...
#કટાક્ષ
#મૃત