આંખો ના આકાશમાં સપના ના પારેવડા ઉડાન ભરે
જો આંખ છે, પણ એમાં સપના નથી તો તમે મૃત છો
મન ના ઉદ્યાન મા સુંદર વિચારોના પુષ્પો ખીલે
સુંદર મનમાં ખરાબ માનસિકતા છે, તો તમે મૃત છો
કોઈ નાં સુખે મીઠા આંસુ અને દુઃખે દર્દ ના આંસુ સરે
માણસ થઈ ને પણ માનવતા નથી તો તમે મૃત છો
'હું પણુ' છોડીને બધા કેમ 'આપણે' ના બની શકીએ ?
'હું જ હું' અને 'તમે જ તમે' તો આપણે બધા જ મૃત છીએ
#મૃત