જીવન મળ્યું છે, તો જીવંત શીખી લે
જીવતે જીવત તું , મૃત શબ શીખી લે
ખુશ્બુ હજી છે બાકી, સુગંધ શીખી લે
વીતી રહી વસંત છે, પાનખર શીખી લે
હદથી વધુ નઈ, થોડું મેળવતા શીખી લે
બિંદુની મધ્યમા છે , તું અનંત શીખી લે
ચારે દિશામાં શોભે તેવુ, કંઇક શીખી લે
દિશાઓ થૈ ભ્રમ છે, વિહરવું શીખી લે
સતત પ્રયાસો અંગેની, તું સમજ શીખી લે
સમજનો ભાગ નથી તેવો, ખંત શીખી લે
રસ્તે પલાંઠી વાળી બેઠેલો, પુરુષાર્થ શીખી લે
બેકારી જો માથે ચઢે તો, સાધુ સંત શીખી લે
#મૃત