હિંમત તો
દિલ અને દિમાગ
વચ્ચે વહેતી નદી છે!
કયારેક લાગણીના પૂર મહીં
બે કાંઠા હિંમત વહે છે!
ત્યારે દિમાગ
ચેક ડેમ બની હિંમત ને રોકે છે!
તો કયારેક હિંમત નું રોદ્ર સ્વરૂપ જોઈ
દિમાગને ડેમ ના દરવાજા
ખોલી હિંમત રૂપી
નદી ને શાંત કરે છે!
હિંમત અને ગુસ્સા વચ્ચેની
પાતળી ભેદરેખા
ભુંસાવાના પરિણામ
અનેરા હોય છે!
દિલ અને દિમાગ ની
કશ્મકશ માં હિંમત
હારતી અને જીતતી રહે છે!
હિંમત કરી હિંમત પર
લખ્યું તો છે!
જોઈએ કોને ગમે છે!
#હિંમત