પ્રેમની વાત સૌ ભલે કરે, પણ આખરે ત્રાજવે તોલવા હિંમત જ મુકાય છે.
લાગણીમાં ભલે ગળાડૂબ હો, પણ માંગણીમાં હિંમત જ મપાતી હોય છે!
હૈયું ઠાલવી ભલે દરિયો ભરો; આખરે, વર્ષાના પાણી જ વપરાતા હોય છે!
ભવનાં સાથી ભલે બન્યા, તોય દુઃખ ઝેલવાની ક્ષમતા જ ગણાતી હોય છે!
~ કે. વ્યાસ
#હિંમત