હાલ મારો પણ ના પૂછો,
કે હું હવે કેવી દશામાં છું;
મને કોઈકે એવું કહ્યું કે,
હવે તું ક્યાં કશામાં છું ?
ના પૂછો મને પ્રથમ પ્રીત ક્યાં થઈ હતી?
પ્રથમ હિમ્મત હારીને બાજીગર થઈ હતી.
ના પૂછો તું હવે શું કરે છે?;
સબંધોનું ગણિત એણે શીખવ્યું,
અને દાખલા બીજા ગણે છે.
સરળતાથી કઈ ના મળે હિમ્મત રાખજો;
મળી જાય બધું તો તમે સપનું શું રાખશો?
જીવનમાં અધૂરું અરમાન રહી ગયું,
કોરા દસ્તાવેજ પ્રેમના કર્યા;
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું.
#હિંમત