અરીસો ખોટું બોલતો નથી
દેખાય તે પ્રતિબિંબ છે ચહેરો નથી,
કાચ કોઈ એમનમ થતું નથી
ભઠ્ઠીમાં ગરમ થઇ પીગળી મૂળ સ્વરૂપ રેતુ નથી,
પોતાની વેદના સ્વમુખે કોઈ કેતુ નથી,
પ્રતીતિ તમને મળી હતી ઈશ્વરની કોઈ કેતુ નથી ,
પોતાનું રૂપનું પ્રતિબિંબ કોઈ એમજ જોતું નથી
કોઈ ગરીબના નસીબમાં એ અરીશું પણ હોતુ નથી.
પ્રતીતિ
નીતિન સંચાણિયા મોરઝર
9328829793