મુંઝવણો તો રેહવાની
અેમ શબ્દો રોકાય થોડાં?
ગુંચવણો તો રહેવાની
એમ મત્લા છોડાય થોડાં?
આફત આમે રેહવાની
એમ મક્તા છોડાય થોડાં?
સાવ બંધાઈ જીંદગી આ
એમ પદ્યો છોડાય થોડાં?
ક્યાંય ફંટાઇ જીંદગી આ
એમ છંદો છોડાય થોડાં?
સાવ અધુરો છે ઘડો તો
રે' છલકાયા વિણ થોડાં?
ઓળખ ક્યાં દેવાંગની છે?
આછકલા છુપાય થોડા?
મુંઝવણો તો રેહવાની
તે અડવા રે'વાય થોડા?
સાવધાન થઇ જજો આવશે હવે કવિતાઓનું વાવાઝોડું...
---ગાલલગા ગાગાલગાગા પ્રમાણે
#સાવધાની