Gujarati Quote in Romance by Alpesh Karena

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

World Population Day

અરે ભાઈ મજા કરો પણ પ્રોટેક્શન રાખો, ઉતાવળ શેની છે?
ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે?

પ્લાનિંગ વગરના બાળકો અને એ પણ બે-ચાર,
તમને એકની એક વાત કહેવાની કેટલી વાર?
ચાલો માન્યું કે તમે ભવિષ્ય નથી જોઈ શકતાં,
પરંતુ વર્તમાનની હાલત તો દેખાઈ ને આરપાર?

પગની લંબાઈ સુધી ચાદર સીમિત રાખો, ઉતાવળ શેની છે?
ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે?

શરમાઈ લીધું ખૂબ તમે હવે ખુલીને વાત કરો,
સ્ત્રીઓના પણ અરમાન સાથે તમારો સૂર પૂરો,
ચાલો ‘અમે બે અમારાં બે’નો સૌ સંકલ્પ કરીએ,
ક્રિકેટ ટીમના શોખીનોના કાનમાં આ વાત ભરો,

કોઈની નહીં તો કળિયુગની શરમ રાખો, ઉતાવળ શેની છે?
ન હોય તો વ્યવસ્થા સુધી ધીરજ રાખો, ઉતાવળ શેની છે?

-અલ્પેશ કારેણા

Gujarati Romance by Alpesh Karena : 111504886
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now