પ્રેમ થી જે માંગશો,મળશે જરૂર
સાચી શ્રધ્ધા હોય તો ફળશે જરૂર.
જે ગયા છોડી નજીવી વાતમાં
જો હશે તારા જ તો વળશે જરૂર.
માર્ચ ના તડકા ને વેઠી લ્યો જરા,
આ વસંત ની વાયરા છળશે જરૂર.
જે વિતેલી વાત ના ભૂલી શકે,
તે વિરહ ની આગ મા બળશે જરૂર.
માવજત સબંધ ની સાચી કરો,
પ્રેમ ની મિઠાશ ત્યાં ભળશે જરૂર.