વિભાગ : ગદ્ય
શબ્દ : સોણલું
શીર્ષક: સરી જતું સોણલું
નાની હતી ત્યારે સોણલાં એવા આવતાકે બા ઉઠાડે
ત્યારે જ ઊઠતી ને સોણલું તૂટતું.ક્યારેક પરી સાથે નભની સવારીને ચાંદા સૂરજની તડકી છાંય, ક્યારેક પેલા મોટાં મોટાં પક્ષી સાથે હરિફાઈ , ક્યારેક નદીમાં મગરભાઈની પીઠ પર સાતસમંદરની મુલાકાત...ક્યારેક શાળાના શિક્ષકને અંગૂઠાં પકડાવતી ...કેવા રંગબેરંગી રંગી પતંગિયાની વહાલભરી દોડ ને પતંગિયાની હાથતાળી..દાદીમાંની એક બેની ગણતરીને બગીચાના હોજમાં છૂપાઈ જવું...નિર્દોષ સોણલાં.
યુવાનીમાં પ્રેમની મીઠી નીંદરમાં મિત્રોની દખલગીરી ને
હક પડાવતી મારી સહેલીને પેલા ગુચ્છેદાર વાળવાળા સોણલાંના રાજકુમાર માટેની ઈર્ષાનું સોણલું, પ્રથમ કક્ષાએ પાસ થવાનું ને ભગવાનને કાલકૂદીનું સોણલું..બાએ શોધેલા પેલા મારા જીવનસાથીનું પણ સોણલું પહેલી પ્રસૂતિના સમયે હાજરી આપતું એ મીઠા સ્પંદનનું સોણલું ન વિસરાયું કારણ બાળકીની હાજરીના રૂદને જો તૂટ્યું હતું..ને જાગૃત અવસ્થા આવતા તે મા બનવાની હાજરી પૂરાવી ગયું..બસ જીવનની ગાડી બે પાટા પર દોડવા લાગી ગઈ..બાળકી સોણલાં જોતી થઈને હું સાંભળતી...પણ ત્યારે લાગ્યું અરે!આતો મારું સોણલું છે જે મે સરી જતું મે જોયું હતું..
જયશ્રી પટેલ
૧૦/૭/૨૦૨૦