મસાલા ઉમેર્યા છે સ્નેહ, વિશ્વાસ અને વફાદારીના
બહુ જ મહેનત થી પકવી છે આ પ્રેમની બિરયાની
નજર નીચી પણ એકદમ ચપળ રાખજો તમારી
દુનિયા ચોક્કસ કરી રહી હશે કંઈક તો કારસ્તાની
ઘણી નજરો તાકી રહી છે ચોરનજરે આપણને
આવતા અને જતા બહુ રાખજો તમે સાવધાની
દુનિયાના મોઢે હશે આપણી જ પ્રેમ કહાણી
મને કહેશે આશિક અને તને કહેશે પ્રેમદિવાની
#સાવધાની