કોરોના ના કહેર મહીં સાવધાની જરૂરી છે.
માસ્ક પહેરી રાખજો સાવધાની જરૂરી છે.
મોઢું છુપાવો તો પણ પકડે પ્રેમિકા ની જેમ,
વાઇરસ કોરોના એવો સાવધાની જરૂરી છે.
કયારે કેમ અને કેમનાથી જશે ખબર નથી,
દુનિયા આખી પરેશાન સાવધાની જરૂરી છે.
કમાઈ બેઠેલા ને શ્રીમંતો ની વાત જુદી છે,
આમ આદમી માટે તો આમદાની જરૂરી છે.
#સાવધાની