આ નોકરી.......
શોધી શોધી થકાવે આ નોકરી,
દોડી દોડી ભગાવે આ નોકરી.
મોડું થયું સહેજ પણ પહોચતાં,
શેઠનો ઠપકો અપાવે આ નોકરી.
રજા પડી જો હક કરતાં પણ વધું,
તો પગારે પૈસા કપાવે આ નોકરી.
ઘરની ચિંતા જો ચડી ગઈ મગજમાં,
તો કામમાં બેદરકાર બનાવે આ નોકરી.
કામ લઉં દિલ ને દિમાગથી જ્યારે,
સોનાના પગથીયે ચડાવે આ નોકરી
આરતી ભાડેશીયા
#બેદરકાર