Gujarati Quote in Romance by Chaitanya Joshi

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નજર એમને બસ જોવા માગે છે.
ભરી નયનમાં ના એ ખોવા માગે છે.

હલબલી ઉઠ્યું ઉર તારકમૈત્રી થતાં,
મિલનની યાદને વલોવવા માગે છે.

ના થઈ વાત કશી જિહ્વા થકી પણ,
નૈનની ભાષાને વાગોળવા માગે છે.

સાતત્ય ઝંખનાનું બળવત્તર લાગતું,
સમય ઓળંગીને પામવા માગે છે.

મૌન પ્રણયમાં ઘણુંબધું કહી જતું,
બહુવચનને એકવચન કરવા માગે છે.

સૌંદર્ય દિલ તણું દૈવતને વિખેરતું,
વરસતાં ચક્ષુને એ લૂંછવા માગે છે.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Romance by Chaitanya Joshi : 111503387
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now