તે બેફિકરી જિંદગી જીવ્યા કરે,
મોડે સુધી ગદલામાં ગોંધાયા કરે.
બેદરકારીનો જગમહી એસિડ,
નશામાં ચકચૂર થઈ પીધા કરે.
લાભ થાય કે પછી હાની ભલે,
શીખવેલા પાઠ બધા ભૂલ્યા કરે.
તેના જીવનમાં આળસ ફેલી છે,
ઝૂંપડીમાં પણ અમીરી જોયા કરે.
'વસુધૈવ કુટુમ્બકમ'ની વ્યાખ્યા કરે,
રક્તના સબંધ પર આશાઓ કરે.
પછી, બધી આશા નિરાશામાં ફરે,
મનો મન દુઃખનો અનુભવ કર્યા કરે.
તોય સાન ન આવે ઠેકાણે એટલે,
બધા સબંધોની પરિભાષા કરે.
સમય સરતો જાય છે હાથથી હવે,
તોય સમયસર જાગવાનું ભૂલ્યા કરે.
તેની બેદરકારીની હદ થઇ હવે,
જીવનમાં ઠેસ પર ઠેસ વાગ્યા કરે.
#બેદરકાર