માબાપ પોતાના નાના બાળકોને ફૂલની જેમ સાચવે છે. પોતાની ઈચ્છાઓને મારી ને બાળકોનાં સપના ને જીવતા રાખે છે. માં ને તાવ આવતો હોય તો પણ તેને તેના બાળકને થયેલી સામાન્ય શરદી ના ઈલાજ ની પડી હોય છે.
પિતા પોતે ચાલતા કે બસમાં મુસાફરી કરીને ઓફીસ જાય અને જે બચત થાય તેમાંથી સંતાન માટે સાઈકલ અને સ્કુટર ખરીદીને લાવે. માં સંતાનની થાળીમાં દાળ, ભાત, શાક, રોટલી અને ફરસાણ પીરસે અને પોતે વધેલી દાળ અને રોટલી થી જ ચલાવી લે.
સંતાન જેમજેમ મોટુ થાય તેમ એને માબાપ જો સલાહ-સૂચનો આપે તો ઈન્ટરફિયર કરે છે એવું લાગે. માબાપ ના પૈસે અત્યાર સુધીના દરેક સપના પૂરાં કરનાર સંતાન માબાપને જ મોઢે કહે કે તમે મારી અને મારા સપનાઓ વચ્ચે ના આવો.
પાછલી ઉંમરે માબાપને હાર્ટએટેક આવવાનું અેક કારણ સંતાનની "બેદરકારી" પણ હોઈ શકે. સંતાનોની બેદરકારી જ કદાચ માબાપ ને 'તણાવ' નામની ભેટ આપે છે.
સંબંધો માં બેદરકારી પહેલા તો સંબંધ ને મારે છે અને છેલ્લે માણસ ને....
દરેક ઘરમાં આવું નથી હોતું પણ શું આવું નથી થતું??
#બેદરકાર