તારી મુશ્કેલ ઘડીમાં કેટલો બેદરકાર થયો છું હું તારા માટે...!
પહેલા તારી કેર કરનારો આજે ઇજ્ઞોર કરવા લાગ્યો છું....!
પહેલા નજરથી નજર વાતો કરનારો આજે નજર ઝુકાવીને બેઠો છું....!
પહેલા તારા આશુ લૂચનારો આજે તારી લાગણી ને રમત સમજી બેઠો છું....!
પહેલા તારો હાથ પકડી ચાલનારો આજે એટલો છોડીને ચાલતો થયો છું....!
પહેલા કેટલો તને પ્રેમ કરનારો આજે પ્રેમની અહેમિયત ભૂલીને બેઠો છું...!
પહેલા તારી દરેક ભૂલ ને માફ કરનારો આજે નાની ભૂલો સ્વીકારી બેઠો છું....!
પહેલા તું મારી દુનિયા છે એમ માનતો આજે તને એકલો કરી બેઠો છું...!
દુનિયામાં મારી પાસે બધું છે એમ માની ને આજે હું તને ખોઈ બેઠો છું...!
જીત ગજ્જર
#બેદરકાર