સક્ષમ છું બધુ ભૂલી જવા માટે, પણ નથી ભૂલવું. કેટલીક બાબતો યાદ રાખી છે એટલે જ જીવવા માટે પ્રોત્સાહન મળ્યું છે.
સક્ષમ છું માફ કરી દેવા માટે, પણ નથી કરવા કેટલાક લોકોને માફ કે જેમણે કોઈ વાંક વગર મને હેરાન કરી છે.
સક્ષમ છું એકલા હાથે ઝઝુમવા માટે, પણ નથી ઝઝુમવું, તારો સાથ મને ગમે છે.
સક્ષમ છું દરેક સાથે માનપૂર્વક વર્તન કરવા માટે, પણ સ્વમાનના ભોગે નહીં.
સક્ષમ છું સૌની ઈચ્છા પૂર્ણ કરવા માટે, પણ પોતાની ઈચ્છાઓને મારીને નહીં.
#સક્ષમ