આપણી જ જવાબદારી
=================================
(૪)
એક સીધો જ પ્રશ્ન..., આપણે ટુ- વ્હીલર લઈને નીકળીએ છીએ ત્યારે હેલ્મેટ ફરજિયાત પહેરીએ છીએ? જો "હા" તો નતમસ્તક વંદન. પરંતુ બહું દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રશ્નનો હકારાત્મક જવાબ નહિવત્ છે. તો પછી આપણાં બાળકો/ યુવાધન પાસે શી અપેક્ષા રખાય?
જ્યારે પણ યુવાન દીકરો કે દીકરી સ્કૂટર - મોપેડ લઈને બહાર જાય છે ત્યારે તેને ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહો; તેની કોઈ પણ દલીલ ન ચલાવો.ખાસ કરીને કૉલેજીયન બાળકો આ વાતને સ્હેજ પણ ગંભીરતાથી લેતા નથી.કાયદો ગમે તેટલો કડક હોય, તેનાં "આંખ આડા કાન"માં સમાધાન તો આપણી સમજદારીમાં જ છે. દસમાંથી લગભગ આઠ આવા દીકરા-દીકરી (મોટેરાઓ ય ખરાં) હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવે છે. -- "નસીબમાં જે લખ્યું હશે તે થશે"," મને તો એ ન ફાવે"," હેર સ્ટાઇલ બગડી જાય" - આવી બધી અતિશયોક્તિ જ્યારે ઘટના બનશે તો સોંસરવી નીકળી જશે!
બાળક તમારું હોય કે મારું, યુવાનો રાષ્ટ્રનું અમૂલ્ય ધન છે, તેને સાચવવાની અને કેળવવાની જવાબદારી આપણી જ.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.