મનનાં પાંચ સારથિઓ...............!
ઉત્તમ કામ કરો.......!
શક્તિ અને સમયમાં કામ હું કરુ છું,
ઉત્તમ તો નહી પણ આદર્શને વરુ છું.
પસંદગી પડે તેવું કરો.........!
કાર્ય હું પસંદ પડે તેવું જ કાયમ કરુ છું,
લાગણી દુભે નહી એ ખ્યાલ પર મરુ છું.
તનતોડ મહેનત કરો...........!
મહેનત હું સક્ષમ મનથી જ કરુ છું,
ગરજ છોડીને મોકળાશથી રહું છું.
આનંદમાં રહો...................!
જીવનની પળોને આનંદથી ભરુ છું,
ક્યારેક ઉદાસી ચહેરે પણ ફરુ છું.
જલ્દી કરો.................!
ઘડિયાળી યુગમાં જલ્દી દોટ મૂકુ છું,
શાંતિની ક્ષણમાં વિચારી પણ શકુ છું.
આરતી ભાડેશીયા.
#સક્ષમ