-> આર્થિક રીતે સક્ષમ પણ દિલ થી કંગાળ લોકો અને આર્થિક રીતે નબળા પણ સ્વમાન થી જીવનારા લોકોની વચ્ચે નો ભેદ અહીં રજુ કરવાનો એક પ્રયાસ છે. આશા છે કે આ નાની નાની રચના ને તમારો પ્રેમ મળશે 🙏
૧. સક્ષમ હતા એ કે મદદ ઘણાં ની કરી શકે, પણ
દિલ ની ફકીરી એ કોઈ નો હાથ ના પકડવા દીધો,
મહેલો, કોઠીઓ અને હવેલીઓ તો છલોછલ હતી
પણ પાતળા જીવે એક પૈસો પણ ના છૂટવા દીધો,
૨. ભૂલી જા કે તારી અમીરી સામે હાથ લંબાવશુ અમે
તારા અભિમાન કરતા અમારુ સ્વમાન બહુ ઉંચુ છે,
તુ ફેંકે પૈસો અને માથુ અમે નમાવીએ, શક્ય નથી
અમારે મન આજ પણ પાઘડી નુ સ્થાન બહુ ઉંચુ છે
#સક્ષમ