સ્વ-રચિત કવિતા
🙎♂️વિદ્યાર્થીઓની વેદના🙎♂️
👓
શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ ઓનલાઇન ભણવું ,હવે નથી ગમતું.
નથી અમારા ઘેર, ટી.વી. કે મોબાઈલ,
રોજ પડોશમાં જાવું ,હવે નથી ગમતું.
ન પ્રાર્થના,ન ભજન ,ન રિસેસ, ન રમત,
ખાલી,પુસ્તક પચાવવું ,હવે નથી ગમતું.
ગણિતમાં અમે,ઘણા ગોટાળે ચડીએ,
અધ વચ્ચે ફસાવું ,હવે નથી ગમતું.
તમારા મુખેથી,સાંભળવી છે કવિતા,
રોજ બીજાનું ગાવું ,હવે નથી ગમતું.
નકશામાં જોયું ન કશામાં જોયું તોય,
આ જંગલ,આ ટાપુ ,હવે નથી ગમતું.
આ ઈંગ્લીશનું ગ્રામર,આ વિજ્ઞાનનો પ્રયોગ,
આ સંસ્કૃત ગોખાવવું, હવે ઘરે નથી ગમતું.
શાળાએ અમને બોલાવો સાહેબ...!
આ સોટી વિના ભણવું ,હવે નથી ગમતું.
Man ki bat