Gujarati Quote in Blog by SMChauhan

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સક્ષમ
તુ ચાલી ગ ઇ જીવનમાંથી તો ક્યુ આભ
ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ
પીગળતા નથી.
એટલી સલાહ આપી શકું બચીને રહેજે
અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા
નથી.
ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે,
નનામી સાથે કદી નફરતના બીજ બળતા
નથી.
થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક
સિતારા
અમેએ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા
નથી.
આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે.
સરિતા જ #સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી.
હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી...

Gujarati Blog by SMChauhan : 111501912
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now