¤ સક્ષમ ¤
* આપણે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છીએ *એમ કહેવું ઘણું સહેલું છે, એમ કહી વટ જરુર સાચવી લેવાય છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ
વિપરિત બને છે ત્યારે તે સક્ષમતા ઉપર ઘણી ભારે
પડી જતી હોય છે,
સિંહ ઘણો બધો સક્ષમ છે પરંતુ તેને પણ ક્યારેક સરકસમાં કામ કરવું પડે છે, તેમજ આપણે પણ,,,,
વિશ્વગુરુ બનવા સક્ષમ હતાં તો પણ કોરોના
મહામારી સામે અક્ષમ બની ગયાં, અને બીજી બધી જ બીમારીઓ કોરોના આગળ રાંક બની ગઈ, મતલબ કે દિવસ જતાં કોરાના બીમારી એટલી બધી
સક્ષમ બની કે બીજી બધી જ બીમારીઓને અક્ષમ
બનાવી દીધી,
આજની પરિસ્થિતિ વિષે જો ચાર શબ્દમાં કહેવું હોય તો એમ કહી શકાય,,, * અક્ષમ માણસની,,,,
જીભ સક્ષમ,,! *
¤ જગદીશ ગજ્જર ¤
#સક્ષમ