હું મોરલીમાં મીઠામીઠા સૂર ભરું,
મારા શ્વાસ સાચા, હું સંગીત ભરું.
મારી ગગન ઈચ્છાની ઝાંખી પડી,
તારા કાન ખોટા કે તું બધિર ઘણું
હું સૂરગંગાથી નિત નીરવ ભરું,
તું સૂર મુગ્ધાથી તરંગ વિહોણું.
તું સંગીત નિપુણ ખોટું જ્ઞાન ધર,
હું નૂપુર-નર્તનનું સુંદર ગાન ભરું.
હું નેત્ર બિંદુમાં પૂર્ણ શશિની ભરું,
તું શાપિત અકંપિત તિમિર ધર.
હું મોરલીમાં મીઠામીઠા સૂર ભરું
તું ખોટો કે હું સૂરનો અવરોધ ભરું.
#અવરોધ
------------------------------------------------------------
સંગીતમાં નિપૂણ વ્યક્તિ જ્યારે શાસ્ત્રીય સંગીતનું પ્રદશન કરે છે ત્યારે, જેને ખબર ના પડે તેવા લોકોને મન તેની કોઈ કિંમત હોતી નથી. જાણીતા ફિલ્મી ગીતોની ધૂનમાં તેમનું મન ડોલે છે. તેવા લોકોને આ કવિતા જવાબ રૂપ સાબિત થાય તેમ છે.