મુગ્ધા નાયિકા
આંખો હવે મન બની ગઇ છે,
રાતો હવે રણ બની ગઇ છે,
કાપડું તસતસતું લાગે છે મને;
છાતી હવે સ્તન બની ગઇ છે.
મને મીઠી લાગી તારી યાદો,
મારી લાગણી કવન બની ગઇ છે.
તારા અછડતા સ્પર્શની અસર છે;
જુવાની હવે જતન બની ગઇ છે.
તું સામે નથી જોતો અંધારામાં,
નીચી નજરો ઇજન બની ગઇ છે.
ક્યાંક હું ય હોઉં ને તું ય હો,
ઇચ્છા એવી ઘન બની ગઇ છે.
©લીના પ્રતીશ