*ચિત્ર સ્પર્ધા (79)*
*ષોડશી*
==========================
છોને આંખો કેટકેટલું કહી જાય છે!
કાતિલ નજર દિલને વીંધી જાય છે!
ઢાંકેલા ઓષ્ટો મૌન ધરીને બેઠા છે,
સ્થાન એનું કેવું ચક્ષુ લઈ જાય છે!
મૌનની પણ એક ભાષા હોય છેને!
અશ્રુઓ છૂપાવી રજૂ થૈ જાય છે.
નથી શબ્દોનો સહારો તેથી શું થયું?
નજરનાં બાણ તો પહોંચી જાય છે.
ઉરભાવ કે વેદના આંખોમાં સમાવી,
ષોડશી અંતર મુજનું ભેદી જાય છે.!!
*ચૈતન્ય જોષી ' દીપક'* *પોરબંદર*
=========================