વરસતા વરસાદે હવે કૈંક સંયમ રાખવો જરુરી.
વરસતા વરસાદે હવે કૈંક નિયમ રાખવો જરુરી.
તૂટી પડે છે અનરાધાર આભેથી વરસતો કેટલો!
કહેરને અટકાવવા હવે કૈંક ધરમ રાખવો જરુરી.
અતિની સઘળે થાય છે ઉપેક્ષા એ હકીકત છે જ,
ડર કેટલોક ઉપરવાળાનોય પરમ રાખવો જરુરી.
ઠરીને હિમ બની જશે પૂરપ્રકોપ જો થશે કદીએ,
સત્કારી રવિને માહોલ વળી ગરમ રાખવો જરુરી.
" કરો ખમૈયા " મેઘરાજા હદ થાય છે અવનીપટલે,
થાક્યા હશો વરસીને થોડો વિરામ રાખવો જરુરી.
*ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર.*