#અવરોધ
તારો ને મારો પ્રેમ છે પવિત્ર...
લાખ કોશિષો છતાં ના છુટીયો
દૂર રહી ને પણ વધ્યો
તારો ને મારો પ્રેમ છે પવિત્ર...
કોણ સમજાવે આ પાગલ દુનિયાને
અવરોધો થી વધે છે પ્રેમ તારો ને મારો
તારો ને મારો પ્રેમ છે પવિત્ર....
નથી આવતી ઓટ એમાં
સદા ભરતી નો જ છે દરિયો
તારો ને મારો પ્રેમ છે પવિત્ર....
નથી ઘટ્યો કયારેય ચાંદની જેમ
રહે છે
સદા પૂર્ણિમા ના ચાંદ જેવો
તારો ને મારો પ્રેમ છે પવિત્ર.....
મળીશું જરૂર ફરીથી ચોક્કસ
તોડી બધા અવરોધો તોડી કારણ
તારો ને મારો પ્રેમ છે પવિત્ર.....