એક સાવ લઘરી કવિતા લખી લઉં!
બિન્દાસ બેફિકરી કવિતા લખી લઉં.
ઊઠી છું ત્યારની બેઠી છું ભીંતના ટેકે,
નકરી આળસથી ભરેલી કવિતા લખી લઉં!
ચા પીશ પછી કાંટો ચડશે, અત્યારે;
આંખોમાં ચીપડા ભરેલી કવિતા લખી લઉં!
જાળા ઠેર ઠેર, ને પગલા એમ નેમ,
પોતાના લિસોટા પડેલી કવિતા લખી લઉં!
ઇસ્ત્રી ટાઇટ કંઇ મગજમાં નથી,
થોડી કરચલી વાળી કવિતા લખી લઉં.
© લીના પ્રતીશ