¤ અવરોધ ¤
સારાં કામમાં સો વિઘ્ન, એમ ગમે તે પરંતુ જ્યારે
સારું કાર્ય કરવાની શુભ શરૂઆત કરો અને એમાં ચમકો ત્યારે અવરોધ ઉભો કરનાર વિના તેડાવ્યે આવી જાય છે, જો કે સૂરજ ને દીવો દેખાડવાથી કાંઈ ઝાઝો ફરક પડતો નથી, પરંતુ અવરોધ કરનારને અને ખામી શોધનારને આ સામાન્ય વાત સમજાતી નથી,
તમારી સારી પોસ્ટને સો લાઈક મળે ને એમાં એક
અવરોધ કરનાર મળે તો ફરક કેટલો પડવાનો? કાન -
ખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું અને ના ભાંગ્યો તોય શું? માટે અવરોધ થાય તો પણ હંમેશા સારું કાર્ય કરવા તત્પર રહેવું, ભીતરથી અવરોધ સામે ટકી રહેવાનું પ્રેરક બળ અવશ્ય મળી રહે છે,
¤ જગદીશ ગજ્જર ¤
#અવરોધ