Gujarati Quote in Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપણી જ જવાબદારી
=================================
(૨)
માન સન્માન માટે ઉંમરનો બાધ નથી હોતો. દરેકને તેની ઉંમર મુજબનું માન જોઈતું હોય છે, પરંતુ"આપણી જ જવાબદારી" માં પોતાના બાળકો પ્રત્યેની જવાબદારીની વાત હોઇ મોટી ઉંમરની વ્યક્તિઓનાં માન સન્માનની વાત કરીશું. એટલે એમ કે બાળકોને પોતાનાથી મોટી ઉંમરનાનું માન રાખતાં જરુર શીખવવું; બાળક આપોઆપ સ્વમાન પણ શીખી જશે.
ઘણાં બાળકો પોતાના માં બાપ સિવાય અન્ય વ્યક્તિઓને માન આપવામાં ચૂક કરે છે, જે ખરેખર જોવા જઈએ તો આપણી જ ખામી છે.એ જ પ્રમાણે તેનાં માત્ર વિષયશિક્ષક કે ગમતીલા શિક્ષક જ નહીં પરંતુ સમગ્ર ગુરુજનોને માન આપે અને નિઃસંકોચ ચરણસ્પર્શ કરે તેવા સંસ્કારસિંચનની જરુર છે. કારણ કે આ સંસ્કાર હવે ધીરે ધીરે અસ્ત થવા જઈ રહ્યો છે. આના જવાબદાર "આ","તે" કે "પેલા"નહિં - ટૂંકું ને ટચ - આપણે જ જવાબદાર.
સંસ્કારનો વારસો આપવાથી સમૃદ્ધ પેઢીનું નિર્માણ થાય છે. મતમતાંતર કરવાં કે સહભાગી થવું તે આપણા ઉપર છે.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.

Gujarati Thought by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111500168
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now