હવે ના વરસો અનરાધાર, ઘરબાર છીનવાઈ જશે.
કૈંક તો કરો રંકનો વિચાર; ઘરબાર છીનવાઈ જશે.
આજ આવ્યો દરિયો આંગણે પાણી તણા ભંડાર,
મુસીબત વરસે પારાવાર; ઘરબાર છીનવાઈ જશે.
ના વરસાવો આફત આભેથી ના કરો વળી પ્રહાર,
નથી રાંધવાનો વેંત લગાર; ઘરબાર છીનવાઈ જશે.
તણાઈ ઘરવખરી અમારી; ખોરવાઈ ગયો વ્યવહાર,
કરો " ખમૈયા " મેઘ દાતાર; ઘરબાર છીનવાઈ જશે.
ભૂખ્યાં બાલુડાં રડી ઊઠે કેમ રે જમાડવાં બારોબાર,
રોજે જવાના નથી આસાર; ઘરબાર છીનવાઈ જશે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.