સંતુલન
ટોચ પર બેસવું કે ખીણમાં રહેવું
બહુ થાક લાગે છે.
મધ્યમાં ક્યાંક છવાવુ જ હાશ લાગે છે
તારું સંતુલન ઓ ઇશ્વર ખાસ લાગેછે
આજનો કોરોના વિતેલો સાર્સ લાગે છે
વિચારોમાં નક્કી તારો વાસ લાગે છે
મીંચું જો આંખો તો યે ધ્યાસ લાગે છે
સાચુકલો આવે ને બસ પલળ્યા જ કરું
ઘડીકમાં કાળુ ને વળી ધોળુ બધુ ભાસ લાગેછે
-મનીષા
#સંતુલન