આજે એક પત્ર ચા માટે...
પ્રિય ચા...
તને શું કહું તારા વિશે..
જો તું ન હોત તો મારો માથાનો દુઃખાવો કોણ દુર કરેત.? જો તું ન હોત તો મારી સાંજની સંધ્યાની એકલતામાં સાથ કોણ પુરાવે..? શિયાળાની ઠંડીમાં ગરમીનો અહેસાસ છે તું. ચોમાસાના ઝરમર વરસાદમાં ગરમાગરમ ભજીયાનો સંગાથ છે તું. ક્યારેક તો એમ લાગે છે કે તું મારા માટે જ બની છે. તારો અને મારો સાથ પાકા ભાઈબંધ જેવો છે.
તારી ચુસ્કીની બંધાણી
વિભુ