આપણી જ જવાબદારી
===================================
(૧)
કેટલાક સ્નેહીઓને શીર્ષક વાંચ્યા પછી એમ પણ થશે કે હવે અમારી જવાબદારીનું તમે યાદ કરાવશો! શું અમને નથી ખબર? અબુધ થોડા છીએ? આવા અનેકો કચવાટ ઉપરાંત પણ અક વિનંતી દરેક માં-બાપને કરવી છે કે પોતાના બાળકોને સાચવો. આટલું વાંચ્યા પછી વળી પાછું એમ થશે કે આમાં ય શી નવાઈની વાત કરી?
...પરંતુ સાચું કહું તો કેટલીક નાની-નાની બાબતો એવી છે કે જે ખરેખર નાની નથી.દા.ત. ઘરમાં યુવાન કે તરુણાવસ્થામાં દીકરા-દીકરી છે અને જો તેઓને ફોન આપવામાં આવ્યો છે તો તે ફોનનો શો ઉપયોગ કરે છે તેની બધી જ જાણકારી રાખવી જરૂરી છે." મને મારા દીકરા કે દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે." - એ વાતની અતિશયોક્તિમાં વિશ્વાસનો શ્વાસ ન રુંધાય તે જોજો. શંકાની વાત નથી પરંતુ સાવચેતીની વાત છે.પોતાનો અંશ ગુમાવીએ અથવા તે અવળી દિશા પકડે એ પહેલાં આટલું ધ્યાન રાખવાથી કમ સે કમ પસ્તાવાનો વારો તો નહીં જ આવે.
થોડામાં ઘણું,
સમજાય તો ઘણું ઘણું.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
ભરૂચ.