એક ગઝલ રચવા શબ્દો નો સામાન લઇને આવી છું,
લાગણીઓની કલમ અને વિશ્વાસ નો કાગળ લઇ ને આવી છું,
છે અત્યારે સાવેય કોરો કાગળ અને અર્થ વગર ના શબ્દો,
તારા આગમન ના અહેસાસ થી ભરાય છે પત્રો,
ને ભીંજાય છે મારી આંખડી નો ખૂણો,
શબ્દો વેરાય છે કોરા કાગળ પર અને
એના અર્થ છપાય છે હૈયા પર,
એક ગઝલ રચવા શબ્દો નો સામાન લઇ ને આવી છું,
કોઈ ને સમજાવી શકું એવી "પ્રેમ"ની ભાષા લઈને આવી છું..
dr.priyavijay gorasiya
#સામાન