સામાન ફક્ત સામાન નથી હોતો
યાદો ને લાગણી ઓ નો ખજાનો હોય છે
તૂટેલા રમકડાં મા બાળપણ ની યાદ
કાગળ ની હોડી માં મિત્રો ની યાદ
પાટી પેન માં શાળા નુ સ્મરણ
ફાટેલી સાડી મા માતા નો પ્રેમ
જૂના પાકીટ માં પપ્પા ની યાદ
ફાટેલી નોટ માં પહેલું બચત ની યાદ
સચવાયેલા પત્રો માં કોઈનો પ્રેમ
કોણ કે છે કે ફક્ત સામાન છે આ
મારા દરેક પળ ની યાદ છે આ સામાન
મારી જિંદગી નો આધાર છે આ સામાન
#સામાન