મફતમાં મળેલ સામાન ની કિંમત નથી હોતી,
મહેનતથી સામાન મેળવવાની હિમ્મત નથી હોતી,
સત્ય શું તે પારખવાની કોઈને હોડ નથી હોતી,
જૂઠ થી મેળવવું કોઈને ક્યાં દરકાર નથી હોતી,
પ્રેમને સમજવાની જીવનના કોઈ લત નથી હોતી,
સમય પસાર કરવામાં સમયની કદર નથી હોતી,
કઈક કરી છૂટવાની કોઈને તમન્ના નથી હોતી,
જેવું જીવે છે તેવી અસલમાં તેની લાઇફ નથી હોતી,
પ્રેમ જાણે છે પણ કોઈ પ્રેમની કદર નથી હોતી,
જીવનમાં પ્રેમ શું છે તે જાણવાની કોઈને જીદ નથી હોતી.
જીત ગજ્જર
#સામાન