જીવન ચાલું થયું જ્યારે નાના બાળક બન્યા,
હસતા - રમતા, ચિંતા વગર મોટા થયા,
મા -બાપ નું કહેવાનું બધું માનતા થયા.
ઉંમર વધવાની સાથે હવે યુવાન થયા,
સ્કુલ-કોલેજ જઈને ભણતર લેતા થયા,
જવાબદારી ઉપાડી સંસારમાં પગલાં પાડયાં.
બધી ફરજો પુરી કરવામાં તો વૃધ્ધ થયા,
છોકરાઓના કહેવા મુજબ જીવતા થયા,
બધું છોડીને ભગવાનની માળા ફેરવતા થયા.
સંસારમાં બધા માટે આ નિયમો એક સરખા થયા,
બધા જ આ જીવનચક્ર ને અનુસાર જીવતા થયા,
તો પણ મોહ માયામાંથી આપણે ક્યાં છુટા થયા.