Quotes by Dr. Priyanka Dholiya in Bitesapp read free

Dr. Priyanka Dholiya

Dr. Priyanka Dholiya

@dholiyapriyanka1365gmail.com8577


જીવન ચાલું ‌થયું‌ જ્યારે ‌નાના બાળક બન્યા,
હસતા - રમતા, ચિંતા વગર‌‌ મોટા થયા,
મા -બાપ‌ નું કહેવાનું બધું માનતા થયા.

ઉંમર વધવાની સાથે‌ હવે યુવાન ‌થયા,
સ્કુલ-કોલેજ જઈને ભણતર લેતા થયા,
જવાબદારી ઉપાડી સંસારમાં પગલાં પાડયાં.

બધી ફરજો પુરી કરવામાં તો ‌વૃધ્ધ થયા,
છોકરાઓના કહે‌વા મુજબ‌ જીવતા થયા,
બધું છોડીને ભગવાનની‌ માળા ‌ફેરવતા થયા.

સંસારમાં બધા માટે આ નિયમો ‌એક સરખા થયા,
બધા જ આ જીવનચક્ર ને અનુસાર જીવતા થયા,
તો પણ મોહ માયામાંથી આપણે ક્યાં છુટા થયા.

Read More

આપો દીકરી ને ‌ભણતર કેરો કરિયાવર,
નહીં લાગે પછી  ક્યારેય સાપનો ભારો.

પૈસા ઝવેરાત બધું તો ખૂટશે એક દિવસ,
ભણતર  કેરું  જ્ઞાન તો  રહેશે અવિરત.

જ્યારે ઊભી ‌હશે સમાજની સામે ‌એકલી,
ત્યારે  અનુભવાશે  એક  લાગણી ગર્વ ની.

આવડત તો છે ‌બધું  જ‌ સંભાળી  લેવાની,
રાહ જોવે છે પોતાની જાતને સાબિત કરવાની.

- Dr. Priyanka Dholiya

Read More

કેવી રીતે ‌ અહેસાન માનું ભગવાન તમારો,
કે મને એક ડોક્ટર બનવાને લાયક સમજી.

કેવી રીતે આભાર માનું મમ્મી પપ્પા તમારો,
કે બધા કષ્ટો વેઠીને અહીંયા સુધી પહોંચાડી.

કેવી રીતે ઉપકાર કરું ‌ભાઈ ભાભી તમારો,
કે હંમેશા એક ઢાલ બનીને આગળ વધારી.

કેવી રીતે ભુલી જાઉં હવે હું દોસ્ત તમને.
કે તમારા સહકારથી તો મારી હિંમત વધી.

કેવી રીતે‌ ઋણ ચુકવીશ હું તમારા બધા નું,
કે તમારા જ સહયોગથી સફળ ડોક્ટર ‌બની.

Happy Doctor's day.

Read More