આજની સુંદર સવાર
આસમાની રંગ થી છવાયેલી
ફૂલ-ગુલાબી સવાર
આજની સુંદર સવાર.
વરસે ઝરમર વરસાદ
આસમાની બૂંદો થી ન્હવાયેલી
હરિયાળી સવાર
આજની સુંદર સવાર.
મારૂં મુખડું મલકાય
આસમાની ચુંદડી થી ઢંકાયેલી
રતુંબડી સવાર
આજની સુંદર સવાર.
મારૂં ચિત્ત ભ્રમિત થાય
આસમાની ઢગ થી ઢંકાયેલી
રંગબેરંગી સવાર
આજની સુંદર સવાર.
#આસમાની