જાપાન મા એક સંત હતા જેનું નામ રીન્ઝાઈ.એક વાર એમના શિષ્યો એ પ્રશ્ન પુછ્યો કે જીવન શું છે.
સંત અચાનક એક અલાયદા ઓરડામાં બારણું અંદર થી બંદ કરીને ચુપ થઇ ગયા. બધા શિષ્યો અચાનક આ દશ્ય જોઈ ડરી ગયા કે અમારાથી કાઈ ખરાબ પુછાય ગયુ કે શું.
એક શિષ્યે દરવાજો ખખડાવ્યો અને કહ્યું કે તમે આવું કેમ કર્યું અમારા સવાલ નો જવાબ તો આપો. ગુરુ બોલ્યા કે પેલા મારા સવાલનો જવાબ આપો તો જ હું આગળ જણાવીશ. શિષ્યો મુન્જાઈ ગયા કે ગુરુ એ કંઈ સવાલ જ નથી તો શું જવાબ આપવો.આખિર ઘણીવાર પછી ગુરુ એ દરવાજો ખોલ્યો અને કહ્યું કેમ શું થયું ?.
શિષ્યો એ કહ્યું કે તમારો સવાલ શું હતો. ગુરુ એ કહ્યું કે મારો સવાલ એ જ હતો કે મારો દરવાજો બંધ છે તો પેલા તો એ ખુલશે કેમ , મને દરવાજો ખોલવાનો કોણ પુછશે,પણ તમે તો પુછેલા સવાલ ના ભુતકાળમાં અને મારા જવાબના ભવિષ્ય માં અટવાઈ ગયા. જીવન છે તે અહીં , અત્યારે આ જ પળ મા છે તેમને માણો.જીવન ભુતકાળ નો વસવસો નથી કે ભવિષ્ય ની કલ્પના.એ છે અત્યાર નૂ કર્મ.તમારા કર્મ તમારા ભુતકાળ નુ પ્રતિફલન ન હોય કારણકે તે પળ તો હવે નથી રહી અને સાથે સાથે તમારી કલ્પના તો આગોતરો નિર્ણય ન હોવો જોઇએ કારણ કે આવનારી પળ પર તમારો કોઈ કાબુ નથી. આ પળ નુ કર્મ જ તમારુ અલાયદુ પરીબળ છે માનો કોઈ નવજાત કળી હોય જે માત્ર ખીલવામા જ રસ લે છે.