"ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા
ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવૈ નમ:"
ગુરુ પુર્ણિમા ના પાવન અવસર પર ગુરુ નું મહત્વ જાણીએ .
ગુરુ પાસે દરેક સવાલનો જવાબ અને દરેક પ્રશ્નોનું સાચુ નિવારણ છે. ગુરુ એ દરેક મુશ્કેલીની યુક્તિ છે. ગુરુ પાસે જ્ઞાનની વાણી હોય છ. ગુરુ પાસે જ્ઞાનનો ભંડાર હોય છે,તેના થકી આપણને ઘણુ જાણવા અને જ્ઞાન મળે છે.ગુરુ માર્ગદર્શક અને પથદર્શક છે. ગુરુ એ અદભુત અનુભૂતિ છે. ગુરુપાસે અપાર પ્રેમ હોય છે. ગુરુ એક સારા મિત્ર પણ બની શકે છે. ગુરુ ભગવાન સમાન છે. ગુરુ એ આધ્યાત્મિકતા અને ધાર્મિકતાની વ્યાખ્યા છે. ગુરુના સાનિધ્યમાં જીવનનું જરુરી જ્ઞાન, માર્ગદર્શન મેળવવાનો પ્રયાસ કરવો જોઇએ.
કૃષ્ણ વંદે જગદગુરૂમ
જો કોઇ ગુરુ ના હોય તો મનોમન કૃષ્ણને ગુરુ માની કૃષ્ણ વંદે જગદગુરૂમ નો મંત્ર અપનાવી લેવો. ભગવાન કૃષ્ણ જ્ઞાન થકી જીવન જીવવામાં મદદ કરશે.